ઝંઝટમાં
ઝંઝટમાં

1 min

445
આ હોશિયાર થવાની હોડમાં ખોવાયું બાળપણ,
અદકેરું ભણવાની ઝંઝટમાં ખોવાયું બાળપણ !
દરેક પ્રવૃત્તિમાં ભાગ તો લેવો પણ નંબર પણ લાવવો,
ગુણ ભરેલા રીઝલ્ટ લાવવાની ઝંઝટમાં ખોવાયું બાળપણ !
શું ગમે છે બાળકને, ને શું કરવું જોઈએ બાળકને,
એ બધું ભૂલી ટ્યુશન શોધવાની ઝંઝટમાં ખોવાયું બાળપણ !
નાના-નાના ભૂલકાઓ માથે જવાબદારીઓ અઢળક,
ક્યાંક પેટ માટે શું કરવું એ ઝંઝટમાં ખોવાયું બાળપણ !