મોતનો પણ...
મોતનો પણ...
1 min
12.9K
કેવા કેવા સૌ રિવાજો હોય છે;
કાળનો પણ એક મોભો હોય છે.
જે અહિયાં મોતને જીતી ગયા;
એમનો નોખો જ ચોકો હોય છે.
કાંધે કાંધે આ જનાજો જ્યાં ગયો;
માર્ગ મસ્જીદનો ય રોતો હોય છે.
કેટલું અઘરું ગણિત છે મોતનું ?
સાચો ઉત્તર પ્રશ્ન ખોટો હોય છે.
તું વચનને પાળતા ખોટો પડે;
મોત વેળાએ તું થોડો હોય છે?
જાય છે જીવી મરીને પણ “દિલીપ”;
બાકી તો દીવાલે ફોટો હોય છે.