બે વેવાણોનું ગીત
બે વેવાણોનું ગીત
ઘરડાં ઘરમાં બે વેવાણો સામસામે ભીડાણાં,
છોરાંની એ વાતો કરતાં મનમાં ખૂબ મૂઝાણાં.
સમજવાની સમજાવાની વાતો ઠાલી માલી,
એકબીજાને દિલ ખોલીને સાંત્વનાઓ આલી.,
આ છોરાં તો જોજોને કર્મોથી મરવાનાં,.
છોરાં થ્યાં છે, કોઇનાં તે આપણાં એ થવાનાં.
હસતાં હસતાં અલક મલકની વાતો કરવા લાગ્યાં,
મનનાં જૂનાં ગૂમડાં ફૂટી આજે વકરવાં લાગ્યાં.
ખોટે ખોટાં મા,સાસુનાં બેસીર્યાં મોભામાં,.
જાતો આખી પૂરી દીધી માયાના ખોખામાં.
યાદ આવ્યાં બેઉ જણને જૂનાં એ ઊખાણાં,
પોતે જ્યારે વહુ હતાં'તો બની ગયાં'તા શાણાં.
જાત માટે ખૂબ કર્યાં તા ત્યારે ભેગાં નાણાં,
હૂતો હૂતી એક થયાં ને ઘરનાં સુખ વિખરાણાં.
સેવા ભૂલી મા બાપની ગાવા લાગ્યાં ગાણાં,
માનવતાને નામે કેવાં થઇ ગયાં તા કાણાં.
જેવું જે કરવાનાં ભઇ એવું સૌ ભરવાનાં,
સાચી સેવા ચૂકી ગ્યા,તો દીકરા થઇ ગ્યા પાણાં.