STORYMIRROR

Drsatyam Barot

Inspirational

3  

Drsatyam Barot

Inspirational

બોલવું નહીં

બોલવું નહીં

1 min
23.1K



જેવું તેવું કોઈ માટે બોલવું નહીં,

જેમ ફાવે એમ ખોટું છોલવું નહીં,


ભોગવો કર્મો બધા પોતે કર્યા છે જે,

આળ પોતાનું બીજા પર ઢોળવું નહીં,


ભીડ દેખીને ભલે દુનિયા સદા ડોલે,

ગીતમાં જો દર્દ ના હો ડોલવું નહીં,


કાળું ધોળું હોય મુખડું તો શું થઇ ગયું,

જાતને દેખીને દર્પણ ફોડવું નહીં,


છે ખરચ માટે જ પૈસો એથી વધુ તો શું,

એમ માણસ પૈસા માટે તોલવું નહીં.


સાંભળેલી વાત પણ ખોટી થઈ શકે,

સત્યને જાણ્યા વગર મોં ખોલવું નહીં,


માનવીને માનવીથી રોજ જોડવો,

વેર સાથે ઝેર કો'દી જોડવું નહીં,


હોય પોતાનું દરદ ઘરની થશે શોભા,

મ્હેલ દેખી ઝૂંપડાને તોડવું નહીં,


ખોદવામાં જાત ડૂબે તો જ ખોદવું,

જાતથી જાજું કદીયે ખોદવું નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational