STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

4  

Drsatyam Barot

Inspirational Others

જાત વટલાઈ જવામાં

જાત વટલાઈ જવામાં

1 min
18.9K


સત્ય બોલાઈ જવામાં જૂઠ પકડાઈ જવામાં

જિંદગી કાચી રહી ગઇ જાત પૂછાઈ જવામાં.


ના બન્યા માણસ કદીએ જાત વટલાઈ જવામાં.

હસવાનું ભૂલી ગયા સૌ જાત વેચાઈ જવામાં.


મૌન રહ્યા જિંદગીથી જાત ભૂંસાઈ જવામાં.

દર્દ કોઈ ના પામ્યા નઇ જાત ખર્ચાઈ જવામાં.


વાટ સંભાળી ઘણીયે જાત અથડાઈ જવામાં.

સૌ કિનારે બેસી રહ્યા જાત ડૂબાઈ જવામાં.


જિંદગીથી ભાગતા સૌ જાત મીંચાઈ જવામાં.

જૂઠ જીવનભર કહે છે સત્ય સપડાઈ જવામાં.


જાળવીને ખૂબ ચાલ્યા જાત લપસાઈ જવામાં.


કોરું રહ્યું સાવ જીવન જાત ભીંજાઈ જવામાં.

સૂકવી નાખ્યું છે જીવન જાત પીવાઈ જવામાં.


જાત પણ ખોલી ન શક્યા જાત પરખાઈ જવામાં.


શ્વાસ પાછા ખીલવ્યા નૈ જાત કરમાઈ જવામાં.

શબ્દ પણ પામી ન શક્યા જાત વંચાઈ જવામાં.


જિંદગીથી ખૂબ રડ્યા જાત હરખાઈ જવામાં.

પ્રેમનો શું રોગ પાળે જાત નંખાઈ જવામાં.



જિંદગી ખેડી કદી ના જાત ભેળાઈ જવામાં.

ના ચમક રાખી કદીયે જાત તરડાઈ જવામાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational