રહેવા દે
રહેવા દે
થોડા અંતરો પણ રહેવા દે
સંબંધોને શ્વાસ પણ ભરવા દે
ગૂંગળાઈ ન મરે પ્રેમ તારો
એક મળવાની આશ પણ રહેવા દે
હાસ્યની છોળો તો ઉઠતી રહેશે
એક વિરહનું અશ્રુ પણ વહેવા દે
સતત પડખું આપવામાં મજા નથી
કમીની થોડી કદર પણ રહેવા દે
ફક્ત ચ્હેરાઓ તાકવાથી થાકી જવાય
સમય તાકવાની મજા પણ લેવા દે
મળી જશે બે છેડાને સમાપ્ત વાર્તા
ગાંઠ ઉકેલવા નો રોમાંચ થોડો રહેવા દે
મળવાનો આનંદ થઇ જાય બમણો
જુદાઈની એક પીડા એવી સહેવા દે
'લો આવી ગયા' તો એક હાશકારો માત્ર
'એ આવશે', 'એ આવશે' નો આનંદ રહેવા દે