Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

તારા આવ્યા પછી

તારા આવ્યા પછી

1 min
445


તારા જીવનમાં આવ્યા પહેલા

હું કેટલી નીડર હતી, નિર્ભય હતી,

ઊડતી સદા સ્વપ્નોની પાંખ લઇ.


શ્વાસો કેવી બેધડક,

ચંચળ મારી અદાઓ,

સતત હસતો ચ્હેરો અને

જોડે ઈતરાતો અરીસો પણ.


બનાવટનો ક્યાં હતો કોઈ સ્પર્શ ?

શું જીવન, શું મૃત્યુ,

બેખોફ મારુ વ્યક્તિત્વ.


ન ચિંતા કોઈ દિવસમાં ,

ન તાણ રાત્રીઓનો,

અજવાળામાં ન કોઈ થાક,

ન થતા અંધકારમાં ઉજાગરા.


જે મન થતું કરી લેતી,

જે મનમાં હોય કહી દેતી,

અપરિપક્વ વિચારોની

એ ટાઢક કેવી ગાઢ.


મનની હું રાણી હતી,

અને આ વિશ્વ મારો તાજ,

પણ તારા આવ્યા પછી,

સૌ જડમૂળ થી બદલાયું.


હય્યામાં પગલાં પડ્યા ડરના,

આંખોમાં પ્રવેશી ચિંતા,

અજવાળાનો થાક હવે

ને અંધકારના ઉજાગરા.


વાતે વાતે ડરું છું,

હર જોખમથી ભયભીત થાઉં છું.

દિવસ હવે દોડાદોડી

અને રાત્રી એટલે તાણ.


હકીકતે કાપી છે સ્વપ્નોની પાંખો,

ડગલે ડગલે સુરક્ષા હવે,

ઉડવાની ક્યાં વાત ?

હસવાનો સમય નથી,

અરીસા જોડે કોઈ સંપર્ક નથી.


હાવભાવો સહજ નથી,

શંકા છે, એ બનાવટ તો નથી ?

જીવનનું મહત્વ અનન્ય

હવે મૃત્યુને નામે ધ્રુજું છું.


મટી છું રાણી,

ઝુંટવાયો છે તાજ,

શું હતી, શું થઇ છું ?

ન બેધડક, ન બેખોફ.


મન ફાવે એમ કરતી નથી,

મનમાં હોય એ બધું કહેતી નથી,


હા, એક લાભ એ મોટો

'પરિપક્વ' ઘણી થઇ છું

તારા આવ્યા પછી

મારી પ્રિય  ' જવાબદારીઓ '


Rate this content
Log in