STORYMIRROR

mariyam dhupli

Inspirational Thriller

3  

mariyam dhupli

Inspirational Thriller

પહેલું ઘોડિયું

પહેલું ઘોડિયું

1 min
292

બંધાયું ઘોડિયું પહેલું 

ન રહેશે ઘર આ હવે સૂનું,


ગૂંજશે દીવાલો એની પણ 

નિર્દોષ તારી ચિચિયારીઓ થકી,


ન ભોંય એની રહેશે ઉજ્જડ

રમકડાઓનાં તારા અહીં થશે ઘર્ષણ,


વાર્તાઓમાં મારીશું ડૂબકીઓ 

ને ગીતોના બાંધીશુ હિંચકાઓ,


પા પા પગલી બંનેની 

તારી અને મારી,


શીખીશું જોડે એકડેથી બધું

જીવનનું જ્ઞાન અટપટું,


ન રહ્યા એકલા 

તું અને હું,


કોઈ તો છે

જે કહેશે મને 'મા'


કોઈ તો છે

જે કહેશે તને 'દીકરા' 


સંબંધોની એક નવી યાત્રા

હૂંફ અને સ્નેહના બંધાયા કેવા તાંતણા

 

બંધાયું ઘોડિયું પહેલું

ઉત્સવની આવી છે ઘડી

 

ન ઉઠશે કોઈ આંગળી હવે

ન થશે ટીકા ટિપ્પણી,


ન હું રહી 'વાંઝણી' હવે

ન તું રહ્યું 'અનાથ'.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational