STORYMIRROR

Mariyam Dhupli

Inspirational Others

3  

Mariyam Dhupli

Inspirational Others

હું જાણું છું તુ આવે છે

હું જાણું છું તુ આવે છે

1 min
25.5K


દુશ્મનની ગોળી હોય કે,

સરહદની ચોકી હોય,

હું જાણું છું તુ આવે છે.


ટોળાની ટક્કર હોય કે,

ટોપ ,ગોળાને પથ્થર હોય,

હું જાણું છું તુ આવે છે.


કર્ફયુના સન્નાટા હોય કે,

બોમ્બનાં ધડાકા હોય,

હું જાણું છું તુ આવે છે.


આગની ફુવાર હોય કે,

હિમનું તુફાન હોય,

હું જાણું છું તુ આવે છે.


પુરનું કહેર હોય કે,

સુનામીની લહેર હોય,

હું જાણું છું તુ આવે છે.


ધરતીકંપનો વિનાશ હોય કે,

દરિયાઈ અકસ્માત હોય,

હું જાણું છું તુ આવે છે.


ક્યારેક આકાશને ચીરતો,

ક્યારેક સમુદ્રને ભેદતો,

ક્યારેક આમજ પગપાળો.


દેશ મારો જયારે પણ પુકારે,

'સૈનિક'નું રૂપ ધારી, હે 'ઈશ્વર ' ,

હું જાણું છું તુ આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational