STORYMIRROR

Mariyam Dhupli

Inspirational Thriller Tragedy

3  

Mariyam Dhupli

Inspirational Thriller Tragedy

નિર્દયી

નિર્દયી

1 min
26.1K


ન હૈયાંમાં કોઈ વેદનાં,


ન હૃદયમાં કોઈ રંજ,


ન મનમાં કોઈ પસ્તાવો,


ન નજરોમાં કોઈ પીડાં,


ન દ્રષ્ટિમાં કોઈ દુઃખ,


ન આંખોમાં એક અશ્રુ,


વૃદ્ધ, ઘરડી, લાચાર, બેસહારા માતાનો હાથ થામી એ નિર્દયી વૃદ્ધાશ્રમમાં પ્રવેશ્યો.


ઓફિસમાંથી ફોર્મ લઇ દરેક માહિતી ઝટ ઝટ ભરી નાંખી.


એનાં અક્ષરો પણ એનાં જેવાજ કડક હતાં.


ઘરડા શરીરની માવજત અને કાળજીની કિંમત ચૂકવી દીધી.


માહિતી અને માર્ગદર્શનથી દોરવાતો એ વૃદ્ધ હાથને થામી એક ઓરડામાં લઇ ગયો.


હાંફતા શરીરને પથારી પર ગોઠવ્યું.


નહિવત સામાન ધરાવતી નાનકડી પેટી ઓરડાનાં એક ખૂણામાં સચકી દીધી.


એક અંતિમ દ્રષ્ટિ અને એક અંતિમ સ્પર્શ.


" હું જાઉં છું. તારો ખ્યાલ રાખજે. જમવાનું સમયસર જમી લેજે. દવાઓ ભૂલતી નહીં. ફરી ક્યારે આવીશ કહી ન શકું."


અને એ નિર્દયી જતો રહ્યો ....


વૃદ્ધ, ઘરડી, લાચાર, બેસહારા માતાની કાળજી અને જતન વૃદ્ધાશ્રમની દીવાલોને સોંપી ...


પોતાની ફરજને પીઠ બતાવતો ...


એક અન્ય ફરજ નિભાવવાં....


ખુબ જ દૂર ...


મા-ભોમની સરહદ ઉપર!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational