એક ગુલાબ
એક ગુલાબ


મેં એક ગુલાબ રોતું જોયું
કળી સંગ ગુફતગુ કરતું જોયું
દોસ્ત બે ચાર કરી લઇએ વાત;
કળી: સીદને પાડે અશ્રુ આમ
ધીમેથી બોલ્યું; આજ
બે દિલને જોડવાનું કામ.
હરખ પદુડી કળી બોલી વાહ,
સીદ થાય ઉદાસ આમ!
તારુ આ તો નેક કામ
હા, છે નેક કામ કિંન્તુ
તારી સંગ ભવોભવનો વિરહ.
કળી: તારે ને મારે ખરવાનું
પ્રેમપમરાટ પ્રસરાવતા મહાન.
એકલતા તો મુજ નસીબમાં
તો યે દોસ્ત મુજને ગર્વ
તું તો બન્યું પ્રેમ પ્રતિક
જા દોસ્ત, બે સાચા દિલને જોડ
હું એ તારા પંથે આવીશ;
કરજે પ્રર્થના ન તૂટૂ પાપી હાથ.
ફુલ તુંટયુ પ્રેમીના હાથે
ચુંબન પામ્યું પ્રેમિકાના હોઠે.
રાત પડીને મુરઝાયું
કળી બીન નિસ્તેજ કાયા
હવે નહીં કામ મારું
મનોમન કળીને દેતું સાદ
પલવારમાં પીંખાય ગયું.
નવી પ્રભાતે
કળી બની ગુલાબ
મનોમન બોલ્યું,
આજ મારો વારો...