STORYMIRROR

Priti Bhatt

Romance

3.5  

Priti Bhatt

Romance

ગમતો હતો વરસાદ

ગમતો હતો વરસાદ

1 min
366

તુજને ને મુજને કેવો ગમતો હતો વરસાદ,

રાત દી આંખલડીએ વહેતો હતો વરસાદ.


માટીની ભીંની મહેકે મહેકયાં હતા મનડા,

ને મન મૂકી ચારેકોર વરસતો હતો વરસાદ.


છત્રી કાણીને પવન સંગે કાગડો થઈ જાતી,

તોયે લાગણીએ લાચાર રમતો હતો વરસાદ.


વહેતા પાણી કેરા વહેણમાં આતમ ખેંચાઈ,

ઇચ્છાઓની હોડી ત્યારે કરતો હતો વરસાદ.


આમ જ મળી ને છૂટાં પડ્યા પ્રીતની હેલીએ,

જુદાઈ જોઈ વાદળ મહીં રડતો હતો વરસાદ.



Rate this content
Log in

Similar gujarati poem from Romance