STORYMIRROR

Priti Bhatt

Others

2.5  

Priti Bhatt

Others

નારી

નારી

1 min
26.7K


હું છું એક નારી..વીંધાતી જન્મથી.

માતા કુખે શબ્દોથી વીંધાય,

હર હંમેશ હું વીંધાવ.

બાળપણમાં વીંધાય ગઇ કાનથી,

તો કયારેક સુહાગનના લક્ષણે નાકથી... હું છું એક નારી..

પિતાની હુંફ ત્યજી ચાલી નીકળી પીયુ સંગે,

પિયર છોડયુંને સાસરે સૌના વર્તનએ વીંધાય... હું છું એક નારી,

જીવન પૂંજી બાળક મારુ માન્યુંને છાતી સરસુ રાખ્યું,

કિંન્તુ ના સમયને બાધી શકી, વિચારોએ વીંધાય... હું છું એક નારી..

સંપૂર્ણ ખોયું તોયે હૈંયુ ખાલી,

અંત સમયે લાગણી કાજે હ્રદયથી વીંધાય.

બોલો હવે કંઇ બાકી?

જો કહી શકો તો કહો વીંધાવા છું તૈયાર.

હું છું એક નારી..વીંધાતી જન્મથી.


Rate this content
Log in