બાળપણ...
બાળપણ...
બાળપણ મારું ગોતું
અલ્લડ શેરીઓમાં
સાથી સંગે ચીસો પાડતા
સખી સંગાથે ધકકા મુક્કી કરતા
નિશાળે જતાં
પાટી, પેન સાથે રમતા
ચકીના પાણી કુંડા ભરતા
ભાઇના હાથે એકડો ઘુંટી
ટીચર પાસે વેરીગુડ સીખી
જોર જોર સંભળાવી દેતા
યુની ફોર્મ બૂટ ટાઇ પહેરી
આઇ કાર્ડ ખભે ભેળવી
લંચ બોક્ષમાં લાવેલાં
વેફર બિસ્કીટ ખાતા
ઓહહહહ
સપનાની ટુટી તંદ્રાએ
તેડાગરનો નાદ સાંભળી
મમ્મી જલ્દી ટીફીન ભરીદો
અશ્રુ મિશ્રીત સ્મિત લાવી
બાય કેતા
સાડી પાલવે યાદો સુતાડી
ફરી સપનામાં સરી જતાં
બાળ માનસ ના ભાવધરી.