STORYMIRROR

Priti Bhatt

Inspirational Others

1.1  

Priti Bhatt

Inspirational Others

“સ્ત્રી..”

“સ્ત્રી..”

1 min
1.8K


હા, હું છું એક નારી

સાજ-શૃંગાર વીણ અધૂરી.

ને વ્હાલા મુજને,

નવલખા આભૂષણ.


પહેલું મારું આભૂષણ

છે લાજ, શરમ ને સંકોચ;

જેના વીના હું લાગું,

ન કામણગારી.


બીજું રે આભૂષણ

મારું મર્યાદા;

તેના વિના નહીં

રે કોઈ શોભા અનેરી.


ત્રીજું આભૂષણ

બની મારી

મમતા ને કરુણા;

જેના થકી હું તો

પોખાતી.


ચોથા આભૂષણે

કહેવાતી હું સુંદર

એ છે ચપળતા;

એના વિના રહું

તો કિંમત રહે

કોડીની.


પાંચમું આભૂષણ

એતો પ્રાણ પ્યારુ

મુજને,એતો ચારિત્ર્ય;

એના થકી સઘળા

શોભે શણગારને

બનું સંપન્ન નારી.


અરેરે રેરેરે

મારા રેશમી અંગો

મઢાયા નવનીત

આભૂષણે,

કિન્તુ કહ્યાં જે

પંચમુખી આભૂષણો

એ વીણ અમ નારીજાતનું

ન ટકી શકે અસ્તિત્વ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational