Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Priti Bhatt

Drama

2.5  

Priti Bhatt

Drama

વર્ષારાણી

વર્ષારાણી

1 min
244


વર્ષારાણી હવે તો વરસ ઓ ઘેલી, 

આમ તો નથી દૂર અમારીયે ડેલી!


મૃગજળ સઘળું ભાસે છે ચારેકોર, 

કોરી કોરી ધરતી તૃષા કરે કલશોર.

તું તો કહેવાતી રે ચાતકની સહેલી, 

વર્ષારાણી હવે તો વરસ ઓ ઘેલી!


કોયલ તણાં ગુંજન તુજને દેે સાદ, 

પ્રેમી પંખીડાના મનમાં ઊઠે વિષાદ. 

કાળી વાદળી કોરે તું શીદ છૂપેલી? 

વર્ષારાણી હવે તો વરસ ઓ ઘેલી!


પવન કેરી લહેરે જાગે મીઠી આશ, 

અમી છાંટણા ના સ્પર્શે થાય હાશ. 

તુજને સૌ એ જીવનદાત્રી માનેલી, 

વર્ષારાણી હવે તો વરસ ઓ ઘેલી!


આમ તો નથી દૂર અમારીયે ડેલી,

વર્ષારાણી હવે તો વરસ ઓ ઘેલી!


Rate this content
Log in