STORYMIRROR

Mahavir Sodha

Drama

4  

Mahavir Sodha

Drama

સમય નથી

સમય નથી

1 min
539

રાતમાં આભ અને ચાંદ વચ્ચે જે

તારા રમે તેને જોવાનો સમય નથી,


મશીનોની આ દુનિયામાં

માણસ ને માણસ થવાનો 

પૈસા કમાવવા છે ખૂબ જ પણ

નિરાંતે બેસવાનો સમય નથી,


જૂની કેડીઓ બોલાવે છે મને

પણ ત્યાં ચાલવાનો સમય નથી,


છોડ તો વાવી દીધું ઘણા જ કયારામાં 

પણ પાણી પાવવાનો સમય નથી,


વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા મા-બાપ ને

દીકરાઓ ને મળવાનો સમય નથી,


એકવીસમી સદી એવી કેવી 'સરસ'

બધા જોડે બધું છે પણ સમય નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama