અશ્રુ
અશ્રુ
છલકાણો અશ્રુ,
પડ્યો નથી,
વર્ષોથી,
કેવી એની મકકમતા હશે.
શબ્દો નીકળી પડ્યા, મુખમાંથી
ને,
સામેવાળાના ચિત્તે ચોંટયા
કેવી એની રંગતતા હશે,
હતું એમ,
કોઈ નહિ હોય,
સાંભળનારૂ,
જોયું તો સમાણી નહીં ભીડ,
કેવી એની અખંડતા હશે.
ચાલો જો આવવું હોય તો
મારી સાથે,
મારા પડછાયાને પૂછ્યું,
કેવી એકલતા હશે !
