Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

4.4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

આમ કેમ કરે છે ?

આમ કેમ કરે છે ?

1 min
510

જોઉં છું એ ઝખ્મો ને, સદા મરહમનો વેશ ધરીને ફરે છે,

હું તો સાવ ઓળખું જ છું એમને, પછી આમ કેમ કરે છે ?

એ વસે છે તો આ દુનિયામાં જ ને પરલોકી થઈ રહે છે,

રોજ આંખોમાં એમની તાકું છું, પછી આમ કેમ કરે છે ?

કરે છે ઘાત વસમી પણ વર્તને કાંઈક ખાસ થઈ પડે છે,

સહી તો લઉં જ છું એ દગાઓ ! પછી આમ કેમ કરે છે ?

જો મળી જાય રસ્તે તો 'સરવાળા' ની મહેફીલ રચે છે,

'બાદબાકી' હંમેશા મુજને મળે છે, પછી આમ કેમ કરે છે ?

અમસ્તાં, જાણી જોઈ ને ફરજને એ આમ ચૂકતા રહ્યા છે,

એવી ચૂકો ને હું ઝડપતો રહ્યો છું, પછી આમ કેમ કરે છે ?

છે દુનિયાની સફરે ને,વ્યર્થ વાતો-વચનોના ગજવા ભર્યા છે,

જરૂરતના ટાણે જ ખાલી મળ્યા છે, પછી આમ કેમ કરે છે ?

વૈભવ સજાવે છે વર્તનોમાં,જ્યાં મારી હથોટી કાચી પડે છે,

કબૂલ છે કે હેસિયત એ મારી નથી, પછી આમ કેમ કરે છે ?

આ ખામોશીઓ નાસમજ છે એમ ના સમજશો જરા પણ,

એમની ચાલાકીઓ આંખે અડી છે,પછી આમ કેમ કરે છે ?

જોઉં છું એ ઝખ્મો ને, સદા મરહમનો વેશ ધરીને ફરે છે,

હું તો સાવ ઓળખું જ છું એમને, પછી આમ કેમ કરે છે ?

Rate this content
Log in

Similar gujarati poem from Abstract