Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

લાગણી બોલી ગઈ

લાગણી બોલી ગઈ

1 min
305


સહસા આવી ને ધમાલ કરી ગઈ,

આ સૂના હૃદયમાં કાંઈક કમાલ કરી ગઈ !

ચમકતી આંખોના ઈશારે કાંઈક વણકહ્યું કહી ગઈ,

આવી હતી અમસ્તી, પણ મનમાં મસ્તી ભરી ગઈ !


બોલ્યો નથી હું કશુંય છતાં પણ,

જાણે હૃદયથી ઊઠતા તરંગે મને સાંભળી ગઈ !

એના ય હોઠ ક્યાં ખુલ્યા હતા ? છતાં કહી ગઈ,

શબ્દો રહ્યા નિ:સહાય ને અહીં લાગણી બોલી ગઈ !


વાતો આખા જગતની કરતી રહી,

બોલકું એનું મન કહેતું કાંઈક એવું જે સંભળાવી ગઈ !

બહાને બહાને આમ જ આવીને સમીપે રહી ગઈ,

એ 'નજરો'થી જ તો બચવા પાછી દૂર સરકી ગઈ !


ત્રાટક કરવાની રીત નિરાળી એની,

હરતાં ફરતાં ત્રાંસી આંખે ઓલ્યાં તીર છોડતી ગઈ !

દૂરથી ય પાસે લાગે ને, આવી પાસે પાછી દૂર રહી ગઈ,

જકડી લઉં આ હાથોમાં ક્યારેક એવું ય જાણે કહેતી ગઈ !


સ્પંદન આ કંઈ નથી અમથાં જનમ્યાં,

ધીરે ધીરે એ આવી છે મનમાં ને તન ને જગાવી ગઈ !

યાદ કરું છું બંધ આંખે તો ય જાણે તાદ્દશ બની ગઈ,

હવે શું કરું ? જાગુ કે જાઉં ઊંઘી તો ય સન્મુખ રહી ગઈ !


સહસા આવી ને ધમાલ કરી ગઈ,

આ સૂના હૃદયમાં કાંઈક કમાલ કરી ગઈ !

ચમકતી આંખોના ઈશારે કાંઈક વણકહ્યું કહી ગઈ,

આવી હતી અમસ્તી, પણ મનમાં મસ્તી ભરી ગઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance