Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Comedy Inspirational

3  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Comedy Inspirational

સમજો તો સારું

સમજો તો સારું

1 min
634

હાલ કાંઈક એવા ' હાલ ' છે,

બહાર ઘણી શાંતિને અંદર ધમાલ છે,

પરોવાયેલું આ મન બેહાલ છે,

ઉપરથી આ સૌની મુજ પર રાખેલી આશાઓ કમાલ છે,

સમજો તો સારું ! આ બંદા અત્યારે બદહાલ છે,

કરવું છે સૌનું ય કામ અહીં,

સમય બધાંને ન આપી શકવાની મોટી બબાલ છે,

ભાવ મનથી તો ઘણો સારો છે,

કોઈ સમજી નથી શકતું મને આજકાલ એની જ મોંકાણ છે,

સમજો તો સારું ! આ બંદા અત્યારે બદહાલ છે,

કોઈ ત્યાં બેસીને મૂલવે છે મને,

ક્યાંથી જાણે એ, કે અહીં મારે ય કેવી ધમાલ છે,

ને, ઘણી વાર ખૂટે છે છતાં,

મ્હેણાં મારનાર સમજે એવું કે મારે તો સમયની ય ખાણ છે,

સમજો તો સારું ! આ બંદા અત્યારે બદહાલ છે,

અપેક્ષાઓના ય કેવા જુઓને ભાર છે !

મેળવી ના શકવાના અફસોસની જ એમની ચાલ છે,

ખબર છે,, ઓરતા પૂરા તો હું જ કરીશ,

તો ય પાછા જુઓને ! એમની નજરો મારા માટે 'લાલ' છે,

સમજો તો સારું ! આ બંદા અત્યારે બદહાલ છે,

એક જ સમયે ક્યાંથી પ્રકટ રહુ બધે !

જાણે ! સૌ સઘળે રાખતા મારા ઉપર જ આધાર છે,

એ તો હતો મુરલીધારી પોતે કિરતાર,

રમતાં રાસ ગોકુળે, દીસે જાણે દરેક ગોપીની તે પાસ છે !

સમજો તો સારું ! આ બંદા અત્યારે બદહાલ છે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract