Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

જરા મળવાનું રાખો

જરા મળવાનું રાખો

1 min
456


હા, છું માણસ હું બહુ મજાનો, જરા મળવાનું રાખો,

ને, હૃદયથી પણ મોટા ગજાનો, જરા મળવાનું રાખો.


બતાવે બધું સાચું એ અરીસો ભલે હાથ વગો રાખો,

ના જાઓ ચહેરા પર, ભાવ અંતરના કળવાનું રાખો.


થપાટો થકી આ દુનિયાની જડતા વ્યાપી મુખારવિંદે,

કહું છું એટલે જ, રુદિયે બીજ પ્રેમનું રોપવાનું રાખો.


આંખો કહી જાય ઘણું એ તરફ પણ કદી જોવાનું રાખો,

કહી દઉં બધું મોઢા પર હરદમ ના આશ એવી જ રાખો.


આશય છે અર્પવાનો અહીં લેવાની ક્યાં અપેક્ષા છે કોઈ,

વણ કહ્યે પણ એ લાગણીનો પડઘો જરા પાડવાનું રાખો.


રાહ જોઈ જોઈને હવે મનને રાહત રહી નથી જરા પણ,

સમજો ! સફર છે ટૂંકી વાત મોટી, જરા કાને ધરવાનું રાખો.


આમેય ફર્ક હવે શું પડવાનો છે જરા માન રાખી લ્યો તો, 

મલકી ઊઠીશું મહેફિલોમાં, અમસ્તું ય વખાણવાનું રાખો.


હા, છું માણસ હું બહુ મજાનો, જરા મળવાનું રાખો.,

ને, હૃદયથી પણ મોટા ગજાનો, જરા મળવાનું રાખો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract