કેવી ખુશનુમા સવાર છે
કેવી ખુશનુમા સવાર છે


કેવી ખૂબસૂરત ખુશનુમા સવાર છે !
જોને લાવી એ ખુશીઓ અપાર છે,
સૂરજ લાવ્યો સોનેરી કિરણોનો ભારો,
ઈશ્વરે આપ્યો માનવીને કિંમતી ઉપહાર છે,
પંખીઓએ છેડ્યો સુંદર રાગ મજાનો,
ધરતી પર ફેલાવ્યો એને મજાનો સૂર છે,
બાગે સુંદર મજાના મહેકતા ફૂલો ખીલ્યાં,
ફૂલો અને ભ્રમર પણ પ્રેમમાં ચકચૂર છે,
વીતી કાળી રાત્રિ ને આવી મજાની સવાર,
લાવી મજાની એ ખુશીઓની વણઝાર છે.