શોધું છું
શોધું છું
રોજ ઘોંઘાટ કરતું નગર શોધું છું;
આજ માનવની રસ્તે સફર શોધું છું.
મુખ ઉપર માસ્ક બાંધી ફરે સૌ અહીં;
બહારના આવરણની અસર શોધું છું.
હાથ જોડી કરે છે નમસ્કાર સૌ;
હાય હેલ્લોની આજે કદર શોધું છું.
આપણો દેશ ક્યારેય ના હારશે;
સૌનાં હૈયામાં એવી સહર શોધું છું.
આપણે તો બધા એક છીએ અહીં;
સૌની આંખોમાં ચાહતનું ઘર શોધું છું.
કેદ થઈ ઘરમાં બેઠો છું 'ધબકાર' હું;
મુક્તતાને હવે દરબદર શોધું છું.