જાતરા ખુદની
જાતરા ખુદની

1 min

525
પ્રથમ મેં જાતરા ખુદની કરી છે,
પછીથી સૌ ગઝલ ઉત્તમ લખી છે.
હું છોને હસતો હોઉં બ્હારથી બહુ,
નદી પીડાની મેં ભીતર ભરી છે.
ભલે પહોંચી ગયો માનવ શિખર પર,
હજી ખુદને સમજવાની કમી છે.
બનાવે છે જે ઘરને સ્વર્ગ માફક,
એ બીજું કોઈ નહિ પણ દીકરી છે.
બનાવી દે છે નફ્ફટ માનવીને,
બધી આ વ્યર્થ ઈચ્છાઓ ખરી છે.
હૃદયમાં જ્યારથી એ આવી મિત્રો,
ખુશી 'ધબકાર'માં પુષ્કળ વધી છે.