STORYMIRROR

Umesh Tamse 'Dhabkar'

Inspirational Others

4  

Umesh Tamse 'Dhabkar'

Inspirational Others

મિત્રતા

મિત્રતા

1 min
736

જિંદગીમાં દુખને કાયમ તારનારી મિત્રતા, 

મિત્રને સાચી દિશા દર્શાવનારી મિત્રતા,


કામ ખુદના સૌ ત્યજીને ચાલનારી મિત્રતા, 

સ્વાર્થ દિલમાં સ્હેજ પણ ના રાખનારી મિત્રતા,


દર્દ હંમેશાં હદયના વાચનારી મિત્રતા, 

મિત્રને હર હાલમાં સંભાળનારી મિત્રતા,


માત્ર એ સુખના સમયમાં સાથ ના આપે કદી,

જિંદગીના હરપળે સુખ આપનારી મિત્રતા,


સાવ સાદી રીતે એ જીવનને જીવી ના શકે, 

બોર ખટમીઠાં જીવનના ચાખનારી મિત્રતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational