મળો તો ખરા
મળો તો ખરા
દિલમાં આવી ગયાં છો હસો તો ખરા;
દિલમાં રહેશો કે નહિ એ કહો તો ખરા.
હું તમારા જ માટે જીવું છું અહીં;
આપ મારા ભરોસે રહો તો ખરા.
મારું દિલ દિલ નથી બાગ છે ઓ સનમ;
સર્વ પીડાઓ ભૂલી ફરો તો ખરા.
આવવા ના દઉં આંસુ પણ આંખમાં;
બસ અમસ્તાં જ આવી મળો તો ખરા.
પ્રેમ દરિયો તો છલકાય છે ભીતરે;
મારી ભીતરમાં જઈને તરો તો ખરા.