પ્રેમ એટલે
પ્રેમ એટલે
પ્રેમ એટલે મનને મળતી એક શાંતિ,
નઈ કે કોઈ ઉફાન,
પ્રેમ એટલે કોઈ એક પાત્ર પર
સ્વથી પણ વધારે અભિમાન,
પ્રેમ એટલે તને જોતા જ
આંખમાં આવતી એ ખારાશ,
પ્રેમ એટલે પાંજરાની બહાર
દેખાતું આખું એ આકાશ,
પ્રેમ એટલે તનનું પણ
મનને અડતું જોડાણ,
પ્રેમ એટલે ખુદને ફાયદાકારક
એવું એક બંધાણ,
પ્રેમ એટલે સુખ અને દુઃખ બંનેનો સાથ,
પ્રેમ એટલે કાળા તડકા પછીની
શાંત શીતળ રાત,
પ્રેમ એટલે ક્યારેક હરક્ષણ ચાલતો
પ્રત્યક્ષ કે પરોક્ષ સંવાદ,
પ્રેમ એટલે ક્યારેક વિચારોની
અલગતાથી ઉભો થતો વિખવાદ,
પ્રેમ એટલે એક હાંશકારાની અનુભૂતિ,
પ્રેમ એટલે એકબીજાની સંપૂર્ણ સ્વીકૃતિ,
પ્રેમ એટલે અવિરત વહેતી,
એક શુદ્ધ એવી લાગણી,
પ્રેમ એટલે કોઈ માંગ વિનાની
એક સાવ સહજ માંગણી,
પ્રેમ એટલે પ્રેમ, બીજું તો વળી શું ?
પ્રેમ એટલે આમ જોઈએ તો, હું અને તું.

