STORYMIRROR

Purvrajsinh Jadeja

Inspirational

4  

Purvrajsinh Jadeja

Inspirational

શું મજા ?

શું મજા ?

1 min
487

પાંખ હો પણ જાતની મુક્તિ ન હો તો શું મજા ?

પાસે હો હથિયાર પણ શક્તિ ન હો તો શું મજા ?


પર્વતોની પાસની ઘાટી તો સુંદરતા રચે,

હો સુખી જીવન બધું, કષ્ટી ન હો તો શું મજા ?


પામવા સઘળી ખુશી અંદરનું બાળક સાચવો,

કૃષ્ણ હો સામે છતાં દૃષ્ટિ ન હો તો શું મજા ?


દોડ એવી દોડજો કે મિત્ર સૌ સાથે રહે,

નોટ લાખો હોય પણ મસ્તી ન હો તો શું મજા ?


લાગણી જીવંત છે સૌ તેથી તો ઉકળાટ છે,

રક્તથી લખતી કલમ તપતી ન હો તો શું મજા ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational