પ્લાસ્ટિક જેવી જ યાદો અસલ
પ્લાસ્ટિક જેવી જ યાદો અસલ
1 min
320
દિવસ રાત પાંપણ ઢંકાતી નથી,
એ આંખો અમસ્તી જ રાતી નથી,
છે પ્લાસ્ટિક જેવી જ યાદો અસલ,
જે દાટ્યા છતાં કોહવાતી નથી,
વળી પ્રેમ છે 'ને એ પણ આંધળો ?
એ મૃત્યુ જ છે ભઈ, બિમારી નથી,
બધા શબ્દે ઉકળાટ રહેશે અમર,
અમારી જવાની જવાની નથી,
અમે "રાજ" લીમડાના દાતણ સમા,
ગઝલ ચાસણીમાં ડૂબાડી નથી.
