સમાચાર જોજો
સમાચાર જોજો
ગઝલમાં અમારી પ્રથમ ઝેર મળશે,
સમજતાં જશો ત્યાં ઘણો ફેર મળશે,
મળો લાગણીથી તો મનથી મળાશે,
વગર લાગણીએ ફકત દેહ મળશે,
તમે રૂમ મારો ઉઘાડી જશો તો,
મદિરા ને પુસ્તક હરખભેર મળશે,
મરણ બાદ મારા, સમાચાર જોજો,
ઉપર હસતો ચહેરો નીચે શેર મળશે,
ફકત એકલો "રાજ" દોડ્યો નથી હું,
અમારીય ફરતે ઘણી વેલ મળશે.
