પવન
પવન
ચોર પગલે વણમાગ્યે વિશ્વમાં વ્યાપ્યો
ક્યાં રંગ રૂપ મને વસ્ત્રો મળ્યાં સજીલા ?
સૂતો ત્યાં સુધી ભલે ભલો ભોળો લાગું
શીતલ સરકું ધીરે ને પ્રણય બાગ ખીલે,
વિફરું વૈશાખે ફગાવું ઝાડ ઝાંખરાં ઝાઝાં
વળી વેગે ફેલાવું હું આગ આખા વનમાં,
અષાઢે જો રીસે ચઢું તો બારે મેઘ ખાંગા
થરથર ધ્રુજાવું ધરતી ને ઊડાડું છાપરાં,
ગજાવું મેઘનો ગગડાટ ને તેજના લિસોટા
ટાઢિયો તાવ ના આવે તો નામ મારુ ખોટું,
>
ખડક ડુંગરા ધોઈ નાખ્યા રણમાં રઝળતાં
રિઝયે ચાલે વિમાન વેગે, રીસાયે ટપકે હેઠું,
ઢગ કર્યાં રેતીનાં પથરા કૈંક છીણી છીણી
રીઝ્યો પંખ ઉપરે તો સૈર કરાવી દિલથી,
વહાવ્યા વહાણો લંગરે સાથી બની બંદરે
ઊડ્યો મોજે તો મોજે તોડ્યા કિનારા સમંદરે,
રાજીપો બીજે ઘણો મેં બીજ વાવ્યાં વાયરે
અમ શાતીરનાં ગીત ગઝલ ગાયાં શાયરે,
વ્યાપે પવન વાવાઝોડું તો નખ્ખોદ નક્કી
ને ચીડ ચડ્યે ચલાવું હું ચક્રવાતની ચક્કી.