કદર
કદર
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
382
કદર મળે કે ના મળે, કાજ કરી રાજ કરો,
જગની મિથ્યાવાતુનું, ધ્યાન કાને ના ધરો,
મનોબળ ધરી અડગ, અંતરદ્રઢ નિર્ધાર કરો,
આપાર કે પેલે પાર પહોંચી, હૈયે ઠંડી હાશ ધરો,
કાંટા, રોડાં, પથ્થર ખુંદો, પાની પાછી ના કરો,
મંઝિલ ભણી નજરુ રાખી, હૈયે ઘણી હામ ધરો,
એકલપંથે ડગ ભરી, સતમારગે કૂચ કરો,
સાદ કરે મંઝિલ મંઝિલ, પંથી બની ધીર ધરો,
ધરમકાર્ય કરવા કાજ, ધ્યાન બેધ્યાન ના કરો,
ભટકે મન વિચલિત થઈ, ઉરે શ્યામ નામ ધરો.