આતિથ્ય
આતિથ્ય
અતિસુંદર સરોવર નિરખી મન મારું રહ્યું મલકી,
મનભાવન અમૂલખ આ, ઉત્તમ આતિથ્યનું સહેલાણું,
જાતભાતના રંગબેરંગી વિહરતા પંખી દેખી,
મનઉપવન આનંદે અવિરત હરખાણું,
અલભ્ય અલૌકિક મહેર કુદરતે જ્યાં ખેલી,
નિરખતા નયને ઊભરાય હેતનું ઉઘરાણું,
છોડી માદરે વતન પરદેશની ધરતી કરે વ્હાલી,
અતૂટ વિશ્વાસે બાંધે એ ઘરસંસારનું વધામણું,
સુંદર સોહામણા યાયાવર, નળસરોવરનાં પંખી,
અહોભાગ્ય મળ્યાનું અમને, અદભૂત નજરાણું.
