સોહામણા સુમન
સોહામણા સુમન
ભોરભયે સુપ્રભાતે ખીલતાં સુમન,
સુવાસે તન મન થાતાં મનભાવન,
જેમ મોતી વેરાણા તેમ દીપે આંગન,
પવિત્ર ફૂલ નીરખી હરખે તન મન,
શીતલ છાયે બેસી રહું એમ થાય મન,
ભીની ખૂશ્બૂ થકી પ્રસન્ન થાય તન મન,
અદભુત સુગંધે મહેંકે સુંદર ઉપવન,
ઝાકળ ભીના પારિજાત મોહે મારું મન,
દેવ દેવીને અતિપ્રિય સોહામણા સુમન,
ઉર્વી ઉમંગે હરખે, દેખી પારિજાત સુમન.
