STORYMIRROR

Urvashi Parmar

Classics

4  

Urvashi Parmar

Classics

યાદનાં ભ્રમર

યાદનાં ભ્રમર

1 min
305

અનિમેષ નયને તાકી રહી,

સુધબુધ ખોઈ ડૂબી રહી.


સાનભાન સમયનું ભૂલી રહી,

યાદના ભ્રમર બની ઘૂમતી રહી.


બાળપણની ભાળ શોધી રહી,

નિર્દોષ, નિસ્વાર્થ પળો નિહારતી રહી,


ના ચિંતા ના ફિકર બસ મોજ રહી,

હરક્ષણ આનંદવિભોર બની ઉભરી રહી


સોહામણા એ દિવસો હરપળ વાગોળતી રહી,

અનમોલ સફર ક્યાં વહી ગયો સંભારતી રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics