STORYMIRROR

Urvashi Parmar

Inspirational

4  

Urvashi Parmar

Inspirational

મારું જીવન મારી વાણી

મારું જીવન મારી વાણી

1 min
421

જીંદગી પિંજરું નહિ ખુલ્લુ આસમાન હોય,

મઝા ના દોસ્ત ને મસ્તી મજાક હોય.


ચા કોફીની મજેદાર લિજ્જત સહ ,

મિત્રોનો કાફલો આસપાસ હોય.


અલકમલકની વાતોની લહેજત ને,

સુનહરા સપનાના આસમાન હોય.


દોસ્તોની મહેફિલ જામી હોય ને,

મનપસંદ મિજબાનીની હાર હોય.


હરવક્ત ગમ્મત ગુલાલ હોય ને,

સંગતે હમઉંમર હમરાઝ હોય .

ના જંજીર ના કોઈ ફરિયાદ હોય,

મારું જીવન મારી વાણીનું માન હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational