ફરમાન
ફરમાન
1 min
293
હશે ફરમાન ઈશનું, જાણી ઉતાર્યો કડવો ઘૂંટડો,
આદત ફરમાનની થઈ, સદા મળ્યો કડવો ઘૂંટડો.
ના ઉતર્યો ઉતારાય,આંખ મીંચી પીધો કડવો ઘૂંટડો,
જાણે ઝેરના પારખાં થાય તેમ પીધો કડવો ઘૂંટડો.
એક વાર ,બે વાર હોય , જીવનમા કડવો ઘૂંટડો,
આજીવન પડી પસ્તાળ, ધરાર પીધો કડવો ઘૂંટડો.
સંસ્કાર, ઈજ્જત , માનસન્માને પીધો કડવો ઘૂંટડો,
બસ આમ જ ચાલતું હશે જગ ? પીને કડવો ઘૂંટડો.
અમૃત બનાવી દેશે મારો નાથ એક દિ' કડવો ઘૂંટડો,
ભરોસો ઉર્વીતણો શ્યામ પર,અમી થાશે કડવો ઘૂંટડો.
