કોઈ ઘટમાં ગહેંકે ઘેરું
કોઈ ઘટમાં ગહેંકે ઘેરું
ઉભરે ઉમળકો ને ઉર મહેંકે મોરું,
જાણે ફૂલડું કોઈ ખીલતું ઉપવન કેરું,
વાગોળું સાગરતટે અનિમેષ યાદનું ડેરું,
સાંજ સુહાની ખીલે, દિસે અખિલ અંબર ગેરું,
કરી મન મક્કમ નીકળ્યા, હરદમ સાથ હો ભેરુ,
આનંદ ઉમંગ સહ પ્રયાણ કરી અડગ ડગ ધરું,
અનરાધાર વરસાદ વરસે મહીં, મન મારું સાવ કોરું,
ભીંજવે પ્રીત તણાં પાલવ, થનથન નાચે મન મોરુ,
હરખ તણો ઉભરો ઉછળે, લહેરે હેત તણાં તરું,
ઉર્વી હૈયે આનંદ ઉછળે, કોઈ ઘટમાં ગેહેંકે ઘેરું.
