વ્હાલી દીકરીઓ
વ્હાલી દીકરીઓ
દીકરી મારી પ્રેમનું ઝરણું,
વ્હાલભર્યા જીવતરનું તરણું,
અધૂરી આશનું અમૂલખ ભરણું,
દીકરી કાજ માંગુ શિવ શરણું,
તુજ પગલે આંગણ કંકુવરણું,
દીકરી મારી ગર્વનું ગળણું,
આંખ ઠરે ને થાય મનનું ધરણું,
બે કૂળનું અનમોલ ઘરેણું,
સુખનું સામ્રાજ્ય મળે બમણું,
દીકરીથી સોહામણું ઘરઆંગણું,
