બદલી જો દિશા
બદલી જો દિશા
અંધારા દૂર કરવા, હિમ્મત રાખવી પડશે,
ભોર થવાની રાહ જો,નવીન પ્રભાત મળશે.
જીવન ડગ પર રોડાં, હજાર આવી મળશે,
કરી જો સાહસ, ઉન્નતિના દ્વાર ખુલશે.
પથ મુશ્કેલ લાગશે,કંટક અગણિત નડશે,
અડગ ડગ જરૂર સફળતાની સીડી ચડશે.
સતકર્મના ફળ વહેલા મોડાં પણ મળશે,
સાચા મનથી કરેલ દુઆ,નિશ્ચિત ફળશે.
નીડર બની એક શરૂઆત કરવી પડશે,
ઉર્વી બદલી જો દિશા, દશા જરૂર બદલશે .
