શાંત ઝરૂખે
શાંત ઝરૂખે
શાંત ઝરૂખે નિરખતી રહી સુંદર શ્યામ તને,
અપલક નિત નિહારતી રહું મનમોહન તને.
કર જોડી કાલાવાલા કરું જગન્નાથ તને,
તુજ ચરણે વંદન કરું પરમકૃપાળ તને.
પ્યારી મુસ્કાન પર વારી જાઉં શ્યામળીયા તને,
વાંકડીયા વાળે નજર ન લાગે નટખટ નટવર તને,
ભાલે ચમકતું તિલક સોહે યશોદાનંદન તને,
સખા ગોપીઓ નિત સંભારે માખણચોર તને,
માખણ મીસરી ભોગ લગાવું રણછોડરાય તને,
ભકતો તારા નિત નિત ઝંખે કૃપાનિધાન તને.
