STORYMIRROR

Prit Bhanushali

Romance Classics

4  

Prit Bhanushali

Romance Classics

હું અને મારી ગઝલ

હું અને મારી ગઝલ

1 min
27.1K


આજ એની યાદમાં છે, હું અને મારી ગઝલ,

એમની ફરિયાદમાં છે, હું અને મારી ગઝલ..

એ કહે ભૂલી ગયા છે સાવ મારા પ્રેમને,

તોય એના સાદમાં છે, હું અને મારી ગઝલ...

એ હતા સામે અને હું કંઈ જ ના બોલી શક્યો,

મૌનનાં સંવાદમાં છે, હું અને મારી ગઝલ...

હર ગઝલમાં, હર નઝમમાં, એમની બસ વાત છે,

શાયરોની દાદમાં છે, હું અને મારી ગઝલ...

એમનું મેં નામ લીધું એક મારા શેરમાં,

કેટલા વિખવાદમાં છે, હું અને મારી ગઝલ...


Rate this content
Log in

Similar gujarati poem from Romance