હું સમાજો ને ધરમની..
હું સમાજો ને ધરમની..
1 min
13.5K
ધૂપથી નીકળ્યો અને હું ધૂપમાં ઉતરી ગયો,
એમતો આકાશમાં સૂરજ લગી પ્હોંચી ગયો..
એમને અડકી હવા આવી જો મારા શ્વાસમાં,
શું કહું અત્તર સરીખો આજ હું મ્હેકી ગયો..
એમની નજરો પડી છે પ્રેમથી મારી ઉપર,
એક પથ્થર દેખને હીરો બની ચમકી ગયો..
છે અધીરો આપવા માટે બધું ઈશ્વર તને,
તુંજ બસ શ્રદ્ધા ડગાવી રાહથી ભટકી ગયો..
મંદિરે કીધા સલામો, જય શ્રી ક્રિષ્ના મસ્જિદે,
હું સમાજો ને ધરમની જાળથી છટકી ગયો..