STORYMIRROR

Prit Bhanushali

Others

3  

Prit Bhanushali

Others

કોને ખબર

કોને ખબર

1 min
13.3K


આ જનમમાં શું થવાનું ! કોને ખબર

ને ફરીથી જન્મવાનું ! કોને ખબર..

જીવવું હો તો તું જીવી લે આજમાં

કાલ પાછું શું થવાનું ! કોને ખબર..

મંદિરોમાં ચોતરફ આ પથ્થરો મહીં,

એ પરમ શું મળી જવાનું ! કોને ખબર..

આસમાનો ક્યાં સુધી ફેલાતા હશે,

જળનું તળ ક્યાં શોધવાનું ! કોને ખબર..

દર્દ આ દિલનું કહું છું શબ્દો થકી,

સૌ સુધી એ પ્હોંચવાનું! કોને ખબર..


Rate this content
Log in