STORYMIRROR

Prit Bhanushali

Inspirational Classics

4  

Prit Bhanushali

Inspirational Classics

ચાર દિનની જિંદગી...

ચાર દિનની જિંદગી...

1 min
25.8K


કોઈની પણ ક્યાં સગી છે આમ તો!

ચાર દિનની જિંદગી છે આમ તો..

જીવતરની થાળમાં દર્દો ખુશી,

ચટપટી બે વાનગી છે આમ તો..

કોઈની ખાતર અહીં જીવી જવું,

એ ખુદાની બંદગી છે આમ તો..

નગ્નરૂપે આવતું જાતું બદન,

એજ એની સાદગી છે આમ તો..

હું ગઝલથી જે કહું જાહેરમાં,

વાત ખૂબજ ખાનગી છે આમ તો..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational