STORYMIRROR

Prit Bhanushali

Romance

3  

Prit Bhanushali

Romance

તું દર્દ છે તો તુજ દવા દે..

તું દર્દ છે તો તુજ દવા દે..

1 min
26.2K


તું દર્દ છે તો તુજ દવા દે..

નઈતો પછી એમજ જવા દે..

તારા હૃદયનાં કોઈ ખૂણે,

મારા હૃદયને પણ જગા દે..

અંગાર છે જ્યાં પ્રેમનો ત્યાં,

બસ સ્હેજ હૂંફાળી હવા દે..

તૂટી ગયા જોયા જે સપના

આંખોમાં તું સપના નવા દે..

કારણ વિના નારાજ ના થા,

જો ભૂલ છે મારી, સજા દે..

થાકી ગયો છું, જિંદગી હું,

શ્વાસોને તું બસ રજા દે..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance