મિષ્ટ દાંપત્યે (હાઈકુ-સોનેટ)
મિષ્ટ દાંપત્યે (હાઈકુ-સોનેટ)
ઓળખી નહિ!
મુજ ભાર્યા તો નહિ?
સાચું કહેજે! (1)
ભાર્યા ન જાણું!
એટલું જાણું, તમે
મુજ કંથડા! (2)
ફરું ફૂદડી
ઊંચકી હર્ષે, સૂણી
શીઘ્ર જવાબ! (3)
પડખાં વેઠ્યાં!
ત્રણ ત્રણ જણ્યાં, ને
તો ય ન શીખું? (4)
તનસૌષ્ઠવ
તવ, સાવ જ ગૌણ
મનમેળાપે! (5)
ચાલો ને નાથ,
ક્યાંક શીખવા જાયેં,
ક્યમ બાઝવું! (6)
કેમ, કેમ શું?
અતિ મિષ્ટ દાંપત્યે,
થયો અપચો! (7)
જાઉં માયકે,
ઈજાજત જો આપો?
જાણે રિસાણી! (8)
ડર રખે ને,
જો હસવાનું થાય
ખરે ખસવું! (9)
આ શું મારીને!
એકધાર્યું સુમેળે
જીવે જવાનું! (10)
ત્રણ છોકરે
હાથ ઉપાડવો, તે
ના શોભાસ્પદ! (11)
તકિયો પોચો,
બસ, આજ તો મારો!
ક્રોધ કરીને! (12)
લે ત્યારે, પણ
આ શું ? તું તો હસતી!
ફ્લોપ ઝઘડો! (13)
સુખ સહીશું!
ભલે દુ:ખ ના પડે,
મિષ્ટ દાંપત્યે! (14)