ખોવાઈ જઈએ
ખોવાઈ જઈએ
ચાલ ને, લાગણીનાં તાંતણે બંધાઈ જઈએ,
મનના વિચારોના વમળમાં ખોવાઈ જઈએ !
આપણે આવ્યા છે અવની પર તો"વૈશું"
એક બીજા માટે ચાલને ખર્ચાઈ જઈએ !
શું લાવ્યા હતાને અને શું લઈ જાશું સાથે ?
એક બીજાના સુખે દુઃખમાં વહેંચાઈ જઈએ !
એવા સંઘર્ષો તો કૈક આવ્યાને આવશે હજી,
એક બીજાના ખ્યાલોમાં ખોવાઈ જઈએ !
મળેલ જીવતરને અમૂલ્ય બનાવીએ 'વૈશું'
ચાલને સ્વાર્થી દુનિયામાં વેચાઈ જઈએ !

