ચાહત
ચાહત
આંખોથી આપ્યું ઈંજન ને અમે વળી ગયા,
એને એની નિર્દોષ ચાહત જોઈ ઢળી ગયા !
વર્ષોથી રાહ જોતાં રહ્યાં હતાં અમે એની,
રાહ જોવામાં વર્ષોના વહાણા વહી ગયા !
ખુલ્લી આંખોએ ઘણાંય સ્વપ્ન જોયા હતાં,
એ જ આંખોમાં સપનાં રોળાતા રહી ગયા !
હૃદયની ભીતરથી ઘૂંઘવતો રહ્યો દરિયો ને,
સામે આવતા એનાં મોજામાં અમે તણાઈ ગયા !
સામે આવતા જ એ મને ઓળખી ગયા "વૈશું",
એનાં મિલનની ચાહતમાં અમે ઓળઘોળ થઈ ગયા !

